શ્રદ્ધાનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે જ્યારે લોકો ભક્તિભાવથી વ્રત અને ઉપવાસ કરે છે તેવામાં રાજકોટમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડાં થયાનો મામલો સામે આવ્યો છે. ફરાળી પેટીસમાં મકાઇના લોટનો ઉપયોગમાં લેવાતો હતો. ફૂડ વિભાગની ટીમે તપાસ કરતા મોટો ખુલાસો કર્યો છે. જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લેવાયા હતા. જે પેટીસમાં મકાઇનો લેટ ભેળવી વેચવામાં આવતો હતો. 85 કિલો વાસી પેટીસ તથા 5 કિલો મકાઇનો લોટ જપ્ત કરવામાં આવ્યો છે.


ફૂડ વિભાગે ઝડપી દીધો મકાઈના લોટથી બનેલો ફરાળી ફરસાણ

ફૂડ વિભાગની ટીમની તપાસમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થયાનું ખુલ્યું હતું. ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લીધા હતા. જો કે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને વહેંચાણ થતું હતું. ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ જપ્ત કર્યો. તમામ વસ્તુઓનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગના દરોડા પછી મકાઈ લોટ નાશ કર્યો

જો કે શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન ફરસાણના વેપારીઓ શ્રદ્ધાળુને મકાઈનો લોટ ખવડાવતા હોવાનું ખુલ્યું હતું. રૂપીયા કમાવવાની લાલચમાં લોકોની આસ્થા સાથે પણ ચેડા કરી રહ્યા હતો. રોજકોટના જલારામ ફરસાણને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: