ગુજરાતમાં સાતમ આઠમના તહેવારો શરૂ થયાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આ તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટે જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જતા પ્રવાસીઓ ટ્રાફિક જામમાં ફસાયા છે. તહેવારોને કારણે સૌરાષ્ટ્રમા ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જેતપુર હાઈવે પર દોઢ વર્ષથી સિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


જૂનાગઢ અને ગીર સોમનાથ જતા પ્રવાસીઓ ફસાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે જેતપુર હાઈવે પર છેલ્લા દોઢ વર્ષથી સિકસલેનની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ તહેવારોને કારણે પ્રવાસીઓનો ઘસારો વધવાથી વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડથી બે કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. જેને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ટ્રાફિક પોલીસે ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

સોરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જતાં પ્રવાસીઓનો ઘસારો વધવાથી રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. જન્માષ્ટમી અને 15મી ઓગસ્ટની રજાઓને પગલે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ છે. હાઇવે પર વાહનોની જાણે કે નદી વહી રહી હોય એવાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે.ટ્રાફિકને હળવો કરવા પોલીસતંત્ર દ્વારા ઓવરબ્રિજ ખોલીને ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટથી જેતપુર સુધી ચાલી રહેલી સિક્સ લેનની કામગીરીને કારણે ઘણી જગ્યાએ રોડને સિંગલ લેન કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હોવાનું લોકો કહી રહ્યાં છે.


  • Follow us on: