રાજ્યના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદના કારણે રસ્તાની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ખાડા પૂરવાના અને પેચવર્કના કામો ચાલી રહ્યા છે છતાં આ કામોમાં પણ બેદરકારી જોવા મળતા ખાડા યથાવત જ રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ આવી જ હાલત છે જ્યાં રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આમ છતાં રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવાયુ છે જેથી આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો.


પહેલા સારા રસ્તા તો બનાવો

રાજકોટમાં હેલ્મેટને લઈને વિરોધ પ્રર્દશન હવે શરુ થયું છે કારણ કે કોર્પોરેશન સારા રસ્તા આપી શકતી નથી. લોકો પાસેથી લાખો રુપિયાનો ટેક્ષ ઉઘરાવવા છતાં કોર્પોરેશન લોકોને સારા રસ્તાની પણ સુવિધા આપી શકતી નથી જેથી લોકોમાં એક તરફ વિરોધ તો છે ત્યાં હવે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો દ્વારા વિરોધ શરુ કરાયો છે.

રસ્તા સારા બનાવાની માંગ સાથે વિરોધ

કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા સારા બનાવાની માંગ સાથે વિરોધ કર્યો છે અને રસ્તા સારા બન્યા બાદ જ હેલ્મેટ ફરજિયાત કરવા માગ કરી હતી.

8 ઓગષ્ટથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત

ઉલ્લેખનિય છે કે આગામી 8 ઓગષ્ટથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ફંડની જરુર હોવાથી આ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે.

કાર્યકરોએ સહિ ઝુંબેશ કરી

કોંગ્રેસ કાર્યકરોએ વિરોધના ભાગરુપે આજે ચાર રસ્તા પર ટેબલ મુકીને હેલ્મેટ રજુ કર્યા હતા અને વિરોધ કરીને જે વાહન ચાલકોને અને લોકોને હેલ્મેટનો વિરોધ હોય તેમણે સહિ કરવાની અપીલ કરી હતી જેથી અનેક લોકો આ સહિ ઝુંબેશમાં જોડાયા હતા. કોંગ્રસ કાર્યકરોએ ચીમકી આપી હતી કે રસ્તા સારા નહી બનાવાય અને હેલ્મેટ ફરજિયાતનો આદેશ પાછો નહી ખેંચાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે


  • Follow us on: