રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMની છતમાંથી પોપડા પડવાની ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે આ સમયે ATM બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાએ ATMના નબળા રીનોવેશન કામની પોલ ખોલી હતી. આ ઘટના બજરંગવાડી વિસ્તારમાં આવેલા SBIના ATMમાં બની હતી. ATM મશીનની છત પરથી પ્લાસ્ટર ઓફ પેરિસના મોટા પોપડા ધરાશાયી થયા હતા. આ ઘટનાએ ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.
15 દિવસ પહેલા જ થયું હતું ATMનું રીનોવેશન













