રાજકોટના મવડી ફાયર સ્ટેશન પાસે વાહન અથડાવા જેવી એક સામાન્ય બાબત મારામારી સુધી પહોંચી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના મવડી ફાયર સ્ટેશન નજીક બની હતી. જ્યાં બે વાહનો વચ્ચે સામાન્ય અથડામણ થતા બંને પક્ષના લોકો ઉગ્ર દલીલો કરવા લાગ્યા હતા. દલીલોએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.


સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ 

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો કોઈએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. આ ઘટનાએ વાહનચાલકોની ધીરજ અને સંયમની કમીને ઉજાગર કરી હતી.

સામાન્ય બાબતોમાં સંયમ જાળવવો અત્યંત જરૂરી

આ ઘટના બાદ પોલીસ દ્વારા કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં અપેક્ષા જોવા મળી હતી. વાહન ચલાવતી વખતે આવી સામાન્ય બાબતોમાં સંયમ જાળવવો અત્યંત જરૂરી હોય છે. જેથી આવી ગંભીર પરિસ્થિતિઓ ટાળી શકાય.


  • Follow us on: