રાજકોટના રીબડા ગમે થયેલા ફાયરિંગના કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે મુખ્ય આરોપી હાર્દિકસિંહને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું છે. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટના કોઈ તત્કાલ બનેલી માથાકૂટનું પરિણામ નથી, પરંતુ સાત વર્ષ જૂની આડવાતનો બદલો લેવા માટે પૂર્વયોજિત કાવતરું હતું. હાર્દિકસિંહે સ્વીકાર્યું છે કે તેણે રાજદીપસિંહ અને પીન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો.
શું હતો આરોપીનો પ્લાન













