રાજકોટમાં તહેવારો બાદ રોગચાળો વકર્યો છે. તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. રાજકોટ સિવિલમાં 1364 કેસ નોંધાયા છે. મેલેરિયા અને ડેન્ગ્યુના 1-1 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં કમળાના 5 કેસ નોંધાયા છે. રોગચાળો વકરતા RMC તંત્ર એક્શનમાં આવ્યું છે. હોટેલ, ભંગારના ડેલા, પાર્ટી પ્લોટમાં તપાસ કરવામાં આવી રહી છે. 242 રહેણાંક, 221 કોમર્શિયલ સ્થળને નોટિસ આપવામાં આવી છે.


રાજકોટમાં તહેવારો બાદ રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. એક સપ્તાહમાં શહેરમાં તાવ, શરદી-ઉધરસ અને સિઝનલ બીમારીના 1364 કેસ નોંધાયા છે. વરસાદી વાતાવરણને પગલે મેલેરીયા, ડેન્ગ્યુના એક -એક કેસ જ્યારે કમળાના 5 કેસ નોંધાયા છે. મનપા દ્વારા મચ્છર ઉત્પતિ માટે હોટેલ, ભંગારના ડેલા, પાર્ટી પ્લોટ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિતના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ 242 રહેણાંક તેમજ 221 કોમર્શિયલ સ્થળોની નોટિસ આપવામાં આવી છે.

સિઝનલ બીમારીના 1364 કેસ નોંધાયા

શહેરમાં લોકોએ તહેવારોની મજા માણી છે. હવે લોકો રોગચાળાની જપેટમાં આવવા લાગ્યા છે. શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ -અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. જો મચ્છરના બ્રિડીંગ મળી આવે તેવા એકમોને સીલ કરવા તથા નોટીસ આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ સિવિલમાં રોગચાળાના 1364 કેસ નોંધાયા છે.


  • Follow us on: