રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતા. આએમસી આરોગ્ય વિભાગે 5 દિવસમાં 700 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. બટેટા, બરફ, ચટણી સહિત અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. વધુ વખત વપરાયેલા તેલના ઉપયોગ સામે કાર્યવાહી કરી છે. ખાણી પીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાં તહેવારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાણીપીણીના વેપારીઓ સામે કાર્યવાહી કરી છે.


રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી

લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાંચ દિવસ દરમિયાન 700 કિલો કરતાં વધારે અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો છે. મેળામાં મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનું વેચાણ થયું છે. બટેટા,બરફ,ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. વાસી ઢોકળા,ખીરું અને ખીચાનો નાશ કરવામાં આવ્યો છે. કલરયુક્ત ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

પાંચ દિવસમાં 700 કિલો અખાદ્ય ખોરાકનો નાશ 

ખાણીપીણીના વેપારીઓ દ્વારા દાજ્યા તેલનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકમેળામાં ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવીમાં આવી છે. શહેરમાં તહેવારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાણીપીણીના વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. શહેરમાં આ મેળાના પાંચ દિવસ દરમિયાન 700 કિલો કરતાં વધારે અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો છે.


  • Follow us on: