સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના લોકમેળાને લઇ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન આ ભવ્ય લોકમેળો યોજાશે. મેળાના આયોજનને આખરી ઓપ આપવાની સાથે આજે સાંજ સુધીમાં મેળાનું નામ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.


લોકમેળા માટે 10 નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, રાજકોટનો સાતમ આઠમનો લોકમેળોએ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ મેળાના નામ માટે 10 નામોની શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવી છે જેમાંથી એક નામ પસંદ કરીને જાહેરાત કરવામાં આવશે. આ લોકમેળો માત્ર મનોરંજનનું કેન્દ્ર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને કલાનું પ્રતિબંધિત પણ છે. આ વર્ષે પણ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ઉભરતા કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક મોટું મંચ મળશે. આ કલાકારો પોતાની આગવી શૈલી અને પ્રતિભાથી લોકમેળામાં ચાર ચાંદ લગાવશે.

પાંચ મોટા પોલીસ માટેના ટાવરો ઉભા કરવામાં આવશે

લોકમેળામાં આવતા લાખોની સંખ્યામાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળાના સ્થળે પાંચ મોટા પોલીસ ટાવરો ઉભા કરવામાં આવશે જ્યાંથી સમગ્ર મેળા પર નજર રાખી શકાશે. આ ઉપરાંત, સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ લોકમેળો માત્ર મનોરંજન અને ખરીદી માટેનું સ્થક નથી પરંતુ તે સૌરાષ્ટ્રના લોકો માટે સામાજિક અને સાંસ્કૃતિક તહેવાર સમાન છે. આ મેલામાં ગ્રામીણ અને શહેરી સંસ્કૃતિનું અનોખું મિશ્રણ જોવા મળે છે. નામ જાહેર થયા બાદ લોકમેળાની તૈયારીઓ વધુ વેગ પકડશે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો મેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.


  • Follow us on: