રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે એક યુવકને જાહેરમાં માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે કેટલાક લોકો એક યુવકને લાકડીથી ઢોર માર મારી રહ્યા હતા. વીડિયોમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે યુવક દારૂના નશાની હાલતમાં હોવાથી તેને માર મારવામાં આવી રહ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ













