ગુજરાતી અભિનેત્રી ક્રિસ્ટિના પટેલે પોતાના પરિવારના વિવાદ અંગે એક નવો વીડિયો શેર કરીને સનસનીખેજ ખુલાસા કર્યા છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, તેના પરિવારના લોકો તેના મુદ્દાને મિલકત અને પૈસા સાથે જોડીને ટ્વીસ્ટ કરી રહ્યા છે. આ સાથે તેણે તેના પિતાનો એક ઓડિયો પણ રજૂ કર્યો છે જેમાં તેઓ મોટા પપ્પા અને ભાઈના ત્રાસથી મૃત્યુ પામવાની વાત કરી રહ્યા છે.


પ્રોપર્ટી નહીં, માતાની સુરક્ષાનો મુદ્દો

ક્રિસ્ટિના પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેનો મુખ્ય મુદ્દો પૈસા કે પ્રોપર્ટીનો નથી. પ્રોપર્ટી અંગેનો નિર્ણય કોર્ટ કાયદેસર રીતે લેશે અને તે તેને માન્ય રહેશે. તેનો મુખ્ય મુદ્દો તેના ભાઈ અને મોટા પપ્પા બિપીનભાઈ દ્વારા તેની માતા પર થયેલા હુમલાનો છે. તેણે કહ્યું કે, તેની માતા સુરક્ષિત નથી, અને આ જ તેનો એકમાત્ર મુદ્દો છે. ક્રિસ્ટિનાએ વીડિયોમાં જણાવ્યું કે, તેની પાસે તેના પિતાનો એક ઓડિયો છે, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, તેમને તેમના મોટા પપ્પા અને ભાઈના કારણે મરી જવું પડશે.

પિતાના ઓડિયો ક્લિપનો ઉલ્લેખ

પાપનો ઓડિયો ક્લિપ રજૂ કરીને ક્રિસ્ટિનાએ પોતાના પરિવારજનોના ત્રાસને સબળ પુરાવા સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્રિસ્ટિનાએ વધુમાં જણાવ્યું કે, પોલીસે તેની અરજી લીધી છે અને તેના નિવેદન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેણે પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. ક્રિસ્ટિનાએ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું છે. પરંતુ,

નોંધ : સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: