ધોરાજી પોલીસ મથકમાં દારૂના કેસમાં પકડાયેલા એક આરોપીએ મચાવયો આતંક. આતંક મચાવતા તણે લોકઅપમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાએ પોલીસની કામગીરી અને લોકઅપની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા હતા. આ ઘટના ધોરાજી પોલીસ સ્ટેશનમાં બની હતી. જ્યાં પોલીસ દ્વારા દારૂ પીવાના ગુનામાં પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીએ લોકઅપમાં ગોદડાને માચીસ વડે સળગાવ્યું













