રાજકોટના ધોરાજીમાં દીપડાના આંટાફેરા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ પર્વત પાસે દીપડાના રાત્રે દરમિયાન આટા ફેરા હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાટણવાવ ગામના ઓસમ પર્વતના ચેકડેમ તરફના રસ્તા પાસે રાત્રિ દરમિયાન દિવાલ પર દીપડો દેખાયો છે. રવિવારે પાટણવાવ ઓસમ પર્વત ખાતે પર્યટકો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.


પાટણવાવમાં દીપડો દેખાયો

રવિવારે પાટણવાવ ઓસમ પર્વત ખાતે પર્યટકો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. પાટણવાવ ઓસમ પર્વત પર ચેક ડેમ તરફ જવાના રસ્તા પરની દિવાલ પર દીપડો દેખાયો હતો. દીપડો દેખાયા હોવાના વિડિયો સામે આવતા પૂર્વ સરપંચે તંત્રને કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. પૂર્વ સરપંચ પ્રવીણભાઈ પેથાણી દ્વારા દીપડાને પાંજરે પુરવા અને લોકોને ભયમુક્ત કરવા માંગ કરી છે.

દીપડાને વહેલી તકે પાંજરે પુરવા રજૂઆત

પાટણવાવમાં દીપડાના આટાફેરાથી ખેડૂતો,પર્યટકો, શ્રદ્ધાળુઓમાં ભય જોવા મળ્યો છે. પૂર્વ સરપંચે તંત્રને દીપડાને વહેલી તકે પાંજરે પુરવા રજૂઆત કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ પર્વત પાસે દીપડાના રાત્રે દરમિયાન આટા ફેરા હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાટણવાવ ગામના ઓસમ પર્વતના ચેકડેમ તરફના રસ્તા પાસે રાત્રિ દરમિયાન દિવાલ પર દિપડો દેખાયો છે.


  • Follow us on: