હત્યા અને હત્યાનો પ્રયાસ કરતા લોકોને હવે પોલીસનો ડર રહ્યો નથી. એમ જાહેરમાં લોકો પર હુમલો કરી દે તેવા ઘણા બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણે ગુનેગારોમાં પોલીસનો ડર જ રહ્યો નથી, તે જણાવે છે.ત્યારે આવો જ એક ચૌંકાવનારો બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે.રાજકોટના ધોરાજીમાં અવેડા ચોક નજીક વાહનો અડી જવાની બાબતે છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.


3 યુવકો પર છરી વડે હુમલો

સૂત્રો પાસેથી માહિતી મુજબ રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં અવેડા ચોક નજીક ઓવરટેક કરવા જતા વાહનો અડી ગયા હતા. જે બાદ અજાણ્યા શખ્સોએ 3 યુવકો સાથે બોલાચાલી કરી હતી. અજાણ્યા શખ્સોએ બોલાચાલી વધતા 3 યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો. જેના લીધે 3 યુવકો સાહિલ પરમાર, જીજ્ઞેશ બગડા, સતિષ પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી

વાહન અડી જતા બોલાચાલી દરમિયાન 3 યુવકો પર છરી વડે હુમલાની જાણ થતા, ધોરાજી પોલીસ તંત્ર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું.તેમજ પોલીસ હાલ જે જગ્યાએ બનાવ બન્યો છે. ત્યાં આજુબાજુમાં CCTV કેમેરા તપાસ્યા છે. ઈજાગ્રસ્ત વ્યક્તિનો આક્ષેપ છે કે, લોકોએ છરી વડે હુમલો કર્યો છે. જો ધોરાજી પોલીસ યોગ્ય તપાસ કરે ત્યારે સાચી હકીકત બહાર આવશે.ક્યાં કારણોસર માથાકૂટ થઈ? કોણે છરી મારી? જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો છે. તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે.


  • Follow us on: