રાજકોટમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે આ ગુનાઓને ડામવા માટે તંત્રએ તજવીજ હાથ ધરી છે. સામાન્ય જનતાની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા થયા છે. શહેરમાં દુષ્કર્મના કેસ વધી રહ્યા છે. ત્યારે ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને સજા સંભળાવી છે. આ આરોપીને 20 વર્ષની સજાની સાથે રુ.5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ દુષ્કર્મનો મામલો જામકોઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.


રાજકોટમાં ગુનાઓનું વધ્યુ પ્રમાણ

રંગીલા રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા છે. તેઓને પોલીસનો કોઇ ડર ન હોય તેમ લાગી રહ્યુ છે. ડર વિના ગુનેગારો ગુનાઓને અંજામ આપી રહ્યા છે. એક તરફ જ્યાં હત્યા, ચોરીની બનાવ વધી રહ્યા છે. તો બીજી તરફ, દુષ્કર્મની ઘટનામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જામકોઠા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેને લઇને ધોરાજી સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. દુષ્કર્મના આરોપીને કોર્ટે 20 હજારની સજા ફટકારી છે. અને સાથે જ 5 હજાર રૂપિયાનો દંડ પણ આપ્યો છે.

બેફામ બન્યા ગુનેગાર

રાજકોટની કાયદા તથા સુરક્ષા વ્યવસ્થા ગુનેગારો સામે કથળી ગઇ હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. અહીં જાહેર માર્ગો પર મારામારી, અકસ્માત, દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. ત્યારે હવે તંત્ર દ્વારા કોઇ કડક પગલાં લેવામાં આવે તે જરુરી છે.  

  • Follow us on: