રાજકોટમાં ઉનાળાની ગરમીમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એકમો પર ભેળસેળ મામલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ફૂડ વિભાગે સત્ય સાઈ રોડ પર 20 થી વધુ વેપારીઓને ત્યાં ફૂડના સેમ્પલની ચકાસણી કરી. જેના બાદ શંકાસ્પદ ખાદ્યપદાર્થના નમૂના ચકાસણી માટે લીધા.
આરોગ્ય વિભાગના વિવિધ એકમો પર દરોડા
આરોગ્ય વિભાગના વિવિધ એકમો પર દરોડાની કાર્યવાહીમાં 4 ફૂડ પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નમૂનાની લેબોરેટરીમાં ચકાસણી કરતા તે ફેલ થયાનું સામે આવતા સંબંધિત એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તાજેતરમાં ફૂડ વિભાગ દ્વારા ભેળસેળ કરવા મામલે ખાદ્યપદાર્થનું વેચાણ કરનાર વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બંને ડેરીમાં દૂધમાં ભેળસેળ થયાનું ખૂલ્યું
આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી સુધ્ધાંગ ડેરી અને નવનીત ડેરીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આ બંને ડેરીમાંથી લેવાયાલા દૂધના નમૂના ફેલ થયા હતા. દૂધમાં ભેળસેળ મામલે બંને ડેરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં એક વેપારીને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી. જ્યારે અન્ય વેપારીને નોટિસ ફટકારી અખાદ્ય પદાર્થનો નાશ કરવાનું સૂચન કર્યું.
કોરોના પગલે તંત્ર એલર્ટ
રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાથી મોત થયાનું સામે આવ્યું. શહેરમાં કોરોનાને પગલે હોસ્પિટલમાં વધતી દર્દીઓની લાઈનોના કારણે કેસમાં ચિંતાજનક વધારો થતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. અગાઉ પણ શહેરમાં મે મહિનાના મધ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડામાં પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દામોદર ડેરી ફાર્મમાં ભેળસેળ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ભેળસેળ મામલે ડેરીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી હતી. તેમજ હાનિકારક 205 કિલો અખાધ મિઠાઈનો નાશ કર્યો હતો. આ ઉપરાંત શહેરમાં ભેળસેળ મામલે વિવિધ એકમો પરથી આઈસ્ક્રીમના નમૂના લીધા હતા.