પિતા પુત્રીને કલંકિત કરનારો વધુ એક કિસ્સો રાજકોટના ધોરાજી પંથકમાં સામે આવ્યો છે જેમાં પાલક પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હોવાની ઘટના સામે આવી છે.


15 વર્ષની બાળકીને ગર્ભ રાખી દીધો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા વિસ્તારની અંદર એક પિતાએ પોતાની પુત્રી ઉપર નજર બગાડી સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યો છે અને હવસનો શિકાર બનાવી એક 15 વર્ષની બાળકીને ગર્ભ રાખી દીધો છે ત્યારે બાળકીને દુખાવો થતાં સારવાર સાથે ખચડાઈ હતી જ્યાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા પાલક પિતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે પાલક પિતાની કરી ધરપકડ

ધોરાજી તાલુકા વિસ્તારમાં એક પિતા પુત્રની પવિત્ર બાબતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીરાના પિતાએ સગીરા પર નજર બગાડી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું અને દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભ રાખી દીધો હોવાનો થયો છે જેમાં સગીરાને પેટમાં દુખાવો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનો થતા સમગ્ર બાબતે સગીરાના પરિવાર દ્વારા આ મામલે ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પાલક પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે આ મામલામાં પોલીસે પાલક પિતાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

દીકરીએ માતાને હકીકત જણાવી

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી તાલુકા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10 માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને ગત દિવસે પેટમાં દુખાવો થયો હતો જેમાં આ દુખાવો થતાં સગીરાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન તેમજ મેડિકલ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું તે સગીર વયની દીકરી ગર્ભવતી હોવાની બાબત સામે આવતા માતાએ સમગ્ર ઘટના અંગેની વાત પૂછતા સગીરાય આપવી તે જણાવવી હતી ત્યારે આ મામલામાં સગીરા પર નજર બગાડનાર બીજું કોઈ નહીં પરંતુ સગીર બાળકીનો પિતા હોવાનું સામે આવ્યું છે.

પાટણવાવ પોલીસ મથકમાં નોંધાયો ગુનો

ત્યારે આ સગીરાને તેમનો પાલક પિતા પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને શિકાર બનાવેલ સગીરાને ગર્ભ રહી જતા પેટમાં દુખાવો થયો હતો અને દુખાવો થતા હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો ત્યારે આ મામલે સગીર બાળકીના પાલક પિતા સામે પાટણવાવ પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોકસો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતમાં પાટણવાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પીએસઓ દ્વારા જણાવ્યું છે કે આ મામલે પાટણવાવ પોલીસ મથકમાં B.N.S. ACT 64(2)(F), 64(2)(I), 64(2)(M), 65(1), P.O.C.S.O. ACT 4,6 મુજબ ફરિયાદ નોંધી છે ત્યારે પિતા પુત્રીના સંબંધને kalank લગાવનાર સગીરાના પિતા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

  • Follow us on: