અમરેલીમાં એક 14 વર્ષીય સગીરાએ એક પોલીસકર્મી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર અપહરણ, દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે ફરાર આરોપી પોલીસકર્મીને ઝડપી લેવાયો છે. સગીરાએ આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા 4 મહિનાથી સગીરાને શારીરિક અપડલાં કરતો હતો. તેમજ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.


આરોપી પોલીસકર્મી સામે ફરિયાદ

પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં 4 મહિનાથી બાબરાની કિશોરીને ટ્યુશન ક્લાસીસમાં જવાના સમયે ધાકધમકી આપીને અવાવરુ જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. તેમજ સગીરાના ગંભીર આક્ષેપોને પગલે બાબરા પોલીસ મથકમાં તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. ઘટનાને લઈને આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ

અમરેલી મહિલા પોલીસ ટીમે આરોપી રવિરાજસિહ ચૌંહાણની ધરપકડ કરી હતી. પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરીને વધુની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ ઘટના સિવાય અમરેલીમાં પણ એક 30 વર્ષીય યુવતીએ પોલીસ કર્મી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે બાબરા અને અમરેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તો સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી રવિરાજસિંહ ચૌહાણ ઝડપાતા તેની સામે કાયદાકીય પગલાં લેવાશે.

  • Follow us on: