અમરેલી સાવરકુંડલા જિલ્લાને જોડતો હાઇવે બિસમાર બન્યો છે, હાઈવે છેલ્લા 13 વર્ષથી બન્યો છે તો છેલ્લા બે વર્ષમાં મસમોટા ખાડાઓ પડયા અને જે કમોસમી વરસાદમાં અને વરસાદના સમયે આ હાઈવે પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોના વાહનો ખાડામાં પટકાય છે અને નુકસાન થઈ રહ્યું છે.


હાઈવે પર અકસ્માતના બનાવો વધ્યા

આ અમરેલીથી સાવરકુંડલા જવા આવવાનો 30 કિલોમીટરનો નેશનલ હાઇવે છે. આ નેશનલ હાઇવે બન્યો તેને 13 વર્ષ જેવો સમય વિતી ગયો છે આમ તો આ હાઈવેની કામગીરી સારી થઈ હશે જે લાંબા સમય સુધી ટકી ગયો પરંતુ છેલ્લા બે વર્ષથી આ નેશનલ હાઇવે પર મસમોટા ખાડાઓ પડયા છે જેમાં અકસ્માતો સર્જાઈ રહયા છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોને પણ પડી રહી છે તકલીફ

અહીંથી પસાર થતા વાહન ચાલકોને રોડમાં અચાનક ખાડો આવી જાય છે, તો બ્રેક મારવા જાય તો પાછળથી વાહન અથડાઈ જાય તેને લઈ અકસ્માત થવાની સંભાવના રહે છે, ટુ વ્હીલર માટે આ ખાડાઓ જોખમી સાબિત થયા છે, કમોસમી વરસાદ અને વરસાદની સિઝનમાં આ રોડ પરનો ડામર ધોવાઈ ગયો છે, ખેડૂતોને પણ અવારનવાર પોતાના ખેતરે રાત અને દિવસે જવાનું હોય પરંતુ ખેડૂતો પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આમ જોઈએ તો વિકાસશીલ ગુજરાતમાંનો આ એક નેશનલ હાઇવે રોડ છે અહીં જિલ્લાને જોડતો નેશનલ હાઇવે છે જે બિસમાર થયો છે અહીંથી અનેક નેતાઓની અવરજવર રહેતી હશે હવે આ રોડની હાલત નેતાઓ અને તંત્રના અધિકારિ ઓને ધ્યાને આવશે ક્યારે એ મોટો સવાલ છે.

  • Follow us on: