અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. અગાઉ એક અનુસૂચિત યુવક સાથે મારામારી થઈ હતી. તો વધુ મારામારી અને હુમલાનો ચોંકાવનારો બનાવ અમરેલીના ચાપાથળ ગામમાંથી સામે આવ્યો છે. અમરેલીના ચાપાથળ ગામના 25 વર્ષીય યુવાન પર પાઈપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
યુવક પર જીવલેણ હુમલો













