રાજકોટમાં સરકારી અધિકારીઓ બેફામ બન્યા છે. સરકારી બાબુઓ સત્તાના મદમાં આવી પોતાના પદનો દુરુપયોગ કરવા લાગ્યા છે. અસમાજિક તત્ત્વોની હેરાનગતિ સામે સરકાર એકસન લે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ગુનેગારો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લોકોની સમસ્યા દૂર કરવા સરકારમાં જુદા-જુદા વિભાગમાં અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતી હોય છે.
સરકારી અધિકારીઓ બન્યા બેફામ
શહેરમાં અત્યારે 'વાડ જ ચિભડાં ગળે' જેવી સ્થિતિ થઈ છે. એટલે કે સરકારી અધિકારીઓ જ ગેરરિતી આચરી રહ્યા છે તો પછી નાગરિકો શું કરશે. એક નાગરિક દ્વારા રાજકોટમાં સરકારિ અધિકારી દ્વારા તોડ કરવા લાંચ લેવાની સાંસદ રામ મોકરિયાને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ સાંસદ રામભાઈ મોકરિયાને રજૂઆત કરી હતી કે મામલાની પતાવટ માટે તેમની પાસેથી સરકારી અધિકારીએ 25 હજારની રકમ માગી હતી. જેના બાદ સાંસદ રામ મોકરિયાએ તોડ કરનાર પાસેથી 25 હજારની રકમ પરત અપાવી.
ફરિયાદીની 25 હજારની રકમ પરત અપાવી
ફરિયાદીએ રામભાઈને રજૂઆત કરતા રામભાઈ મોકરિયાએ ફોન કરી ગેરરીતિ અને તોડ કરનાર પાસેથી 25 હજારની રકમ પરત તો અપાવી ઉપરાંત અધિકારીને રુબરુ બોલાવી ખખડાવ્યા. આસિસ્ટન્ટ-જુનિયર અધિકારીએ ગેરરીતિ આચર્યાની ફરિયાદ કરી હતી. જેના બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પોતાના સતાવાર લેટરપેડ ઉપર રામભાઈએ પ્રેસનોટ લખી આ મામલે ખુલાસો કર્યો. રામભાઈ મોકરિયાએ પોતાના લેટરપેડમાં સરકારી વિભાગના અધિકારીઓએ દરોડો પાડી 25 હજારનો તોડ કરતા હોવાની રજૂઆત કરતા સમગ્ર મામલો સામે આવ્યો.
રાજકોટના રાજકારણમાં હડકંપ
રામભાઈ મોકરિયાના આ ખુલાસાથી રાજકોટના રાજકારણમાં હડકંપ મચ્યો છે. સવાલ એ થાય કે આખરે તોલમાપ વિભાગના અધિકારીએ લાંચ લીધી હતી કે પછી અન્ય કોઈ વિભાગના અધિકારીનો આ મામલો છે. રામભાઈ મોકરિયાએ તોડ મામલામાં લેટરપેટમાં સરકારી અધિકારીના નામનો ઉલ્લેખ ના કરતા કયા અધિકારીનું આ કાંડ છે તે સામે આવ્યો નથી. પરંતુ સંબંધિત અધિકારી અને સરકારમાં સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે.