રાજકોટના જેતપુરના ગોડાઉનમાં થયેલી મગફળીની ચોરીના મામલે કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે અને ત્યારબાદ ખરીદી કરનાર એજન્સી નાફેડનો પ્રશ્ન છે અને આ મામલે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરશે. બીજી તરફ આ મામલે DySPએ કહ્યું હતું કે, 1,212 ગુણીની મગફળીની ચોરી થઈ છે. મગફળી કાઢીને અન્ય ગુણીમાં લઈ જવાતી હતી.


1,212 ગુણીની મગફળીની ચોરી થઈ

જેતપુરના DySP રોહિતસિંહ ડોડીયાએ કહ્યું હતું કે, 1,212 ગુણીની મગફળીની ચોરી થઈ છે. મગફળી કાઢીને અન્ય ગુણીમાં લઈ જવાતી હતી.આરોપીઓએ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચી છે.મગફળી કોને વેચતા હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.માહિર ગોડાઉનનો સિક્યુરિટી ગાર્ડ હતો.પોલીસે પૂછપરછ કરતા ચોરીનો પર્દાફાશ થયો છે. બિપિન મકવાણા બાજુના ગોડાઉનનો સિક્યુરિટી ગાર્ડ હતો. જૈમીન બારૈયા વેરહાઉસનો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ છે.પોલીસે 4 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે.

ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ

રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ હતી. જેતલસર પાસેના રોહાઉસમાંથી મગફળીની ચોરી થતા ખળભળાટ મચી ગયો હતો. નાફેડે ખરીદેલી ચોરી જેતપુરના અલગ અલગ ગોડાઉનમાં રખાઇ હતી ત્યારે એક રો હાઉસમાંથી મગફળી ચોરાઇ ગઇ હતી. મળેલી માહિતી મુજબ રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરી થઇ હતી જેની કિંમત 3164956 થવા જાય છે. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ થઇ હતી.

  • Follow us on: