અમદાવાદની રથયાત્રામાં 30 જેટલા અખાડા જોડાયા છે. અખાડામાં અવનવા કરતબો બતાવવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન બાઈકનો સ્ટંટ કરતાં સમયે અકસ્માત સર્જાયો હતો. સ્ટંટ કરનાર યુવક બાઈક સાથે રોડ પર પટકાયો હતો. યુવક પટકાતા તેની આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી નથી.


રથયાત્રામાં બાઈકનો સ્ટંટ કરવા જતા અકસ્માત

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન અખાડા દ્વારા અવનવા કરતબો દ્વારા લોકોને આકર્ષિત કરવામાં આવ્યાં છે. આ દરમિયાન એક યુવક બાઈક લઈને રોડની વચ્ચોવચ્ચ સ્ટંટ કરી રહ્યો છે. જ્યાં તે બાઈક કૂદાડવા જતાં રોડ પર પટકાયો હતો. આ દરમિયાન પોલીસ જવાન અને અન્ય લોકોએ તેને બચાવી લીધો હતો. સદનસીબે આટલી મોટી ભીડમાં કોઈને ઈજા પહોંચી નથી.

સ્ટંટ કરનાર બાઈક સાથે યુવક રોડ પર પટકાયા

સ્ટંટ કરવા દરમિયાન યુવકનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. યુવક રોડ પર પટકાયો હતો. રોડ પર ભારે ભીડ હતી. સ્ટંટ જોવા માટે ભીડ જામી હતી. આ દરમિયાન પોલીસ પણ હાજર હતી. સ્ટંટ કરતા યુવક જેવું બાઈક કૂદાવ્યું ત્યાર બાદ તરત પટકાયો હતો. પરંતુ તેને લોકોએ રોકી લેતા બચી ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નથી.

  • Follow us on: