આજે અષાઢી બીજના પાવનપર્વના દિવસે દેશભરમાં રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં આજે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રથયાત્રાની ઉજવણીનું ખાસ આયોજન હાથ ધરાયુ છે. બનાસકાંઠાના પાલનપુરમાં આજે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પાલનપુર ખાતે મોટા રામજી મંદિરથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.


ઓપરેશન સિંદૂરની થીમ પર રથયાત્રા 

પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની 58મી રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રથયાત્રાની શોભાયાત્રામાં અલગ-અલગ અખાડાઓ દ્વારા વિવિધ પ્રકારના કરતબો કરવામાં આવ્યા. રામજી મંદિરથી નીકળેલ આ રથયાત્રા શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં પરિક્રમા કરી નિજ મંદિર પરત ફરશે. આજે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે શહેરનું પરિભ્રમણ કરી રહ્યા છે. અષાઢના આરંભે આજે રથયાત્રા રંગેચંગે આગળ વધી રહી છે. ઓપરેશન સિંદૂરની થીમ પર રથયાત્રા તેના રૂટ પર આગળ વધી રહી છે. 

ભક્તોને અપાયો વિશેષ પ્રસાદ

રથયાત્રામાં સામેલ ભક્તો જય જય શ્રી રામ અને જય કનૈયા લાલકી નો નાદ કરી રહ્યા છે. પાલનપુરના જાહેરમાર્ગો પર ભગવાનના ત્રણેય રથ એકસાથે આગળ વધશે અને નગરચર્યાએ નીકળેલ ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. પાલનપુરમાં 18 કિલોમીટરના રૂટ પર રથયાત્રાની પરિક્રમા કરાશે. દરમિયાન આ રથયાત્રાની ઉજવણી નિમિત્તે 1,200 કિલો મગ, જાંબુ અને કાકડીનો વિશેષ પ્રસાદ વહેંચવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજે કેન્દ્રીયગૃહ મંત્રી અમિતશાહે વહેલી સવારે જમાલપુર મંદિર ખાતે મંગળા આરતીનો લહાવો લીધો હતો. તેના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા પૂર્વ કરાતા પરંપરાગત પહિંદવિધિ કરી શોભાયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

  • Follow us on: