વેલેન્ટાઇન ડે ના દિવસે અમદાવાદના કેન્સવિલે ખાતે 2 બોલ ટીમ સ્ક્રેમ્બલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં હતું.જેમાં મિત્રતા અને રમતગમતની ભાવના સાથે આ ગોલ્ફ ટુર્નામેન્ટની અદ્ભુત રીતે ઉજવણીકરવામાં હતી.જેમાં હેન્ડીકેપ કેટેગરી 0-9 માં,એચ.એસ.સંધુ અને એકે સિંઘની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 43 પોઈન્ટ સાથે વિજય મેળવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં વધુ વાત કરીએ તો સંજય વ્યાસ અને ડૉ. કેશવ જોશીની ટીમે પ્રભાવશાળી 42 પોઈન્ટ સાથે રનર-અપ સ્થાન મેળવ્યું.
હેન્ડીકેપ કેટેગરીમાં ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું
હેન્ડીકેપ કેટેગરી 10-18 માં કૌશલ્ય અને લડાઈનું વધુ એક ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું,જ્યાં સુખદેવ પાનેસર અને દેવજીત પાનેસર 40 પોઈન્ટ સાથે કાઉન્ટ બેક પર વિજયી બન્યા હતા,આ સાથે ટીમ સાકેત પરીખ અને કહાન શાહે ઉત્તમ સંકલન અને દૃઢ નિશ્ચય દર્શાવતા 40 પોઈન્ટ સાથે રનર-અપ રહ્યા હતા. કૌશલ્ય પુરસ્કારોમાં, સૌથી લાંબી ડ્રાઈવ અમરિંદર સિંહે 265 યાર્ડ્સ સાથે જીતી, અને ક્લોઝેસ્ટ ટુ ધ પિન, કુલદીપ પુંગાલિયાએ હોલથી માત્ર 6 ઇંચ દૂર બોલ લેન્ડ કરીને જીત્યો હતો.














