સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં માત્ર 12 વર્ષના એક વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થીનું નામ અવનીશ સુશીલભાઈ તિવારી છે. જે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. અવનીશના માતા-પિતાએ તેને વાંચવા-ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાત તેને માઠું લાગી જતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.













