દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી છે. ગુરૂકુળના ધોરણ 5 થી 11 (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)ના 1300 વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 190x75 ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી.
વિદ્યાર્થીઓએ રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા













