સુરતના લીંબાયત વિસ્તારમાં થયેલી કાપડ વેપારી આલોક કુમારની ક્રૂર હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને અગ્રવાલ સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો હતો. આ મામલે ન્યાયની માંગ સાથે અગ્રવાલ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આલોક કુમારની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તેમ છતાં આ ઘટનાના મુખ્ય આરોપીઓ અસ્ફાક અને અબરાર પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસ પકડથી દૂર છે.
પોલીસની ધીમી કામગીરીથી લોકોમાં આક્રોશ













