સુરતમાં રોગચાળો વકર્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 7000 ઓપીડી નોંધાઈ છે. જેમાં ડેન્ગ્યુના 47, મેલેરિયા 121, તાવ 80, ગેસ્ટો 61, અને ટાઈફોડ 33 કેસ નોંધાયા છે ત્યારે ખાસ કરીને મેલેરિયા અને તાવના કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદે વિરામ લેતા સુરતમાં બે ઋતુઓ જોવા મળી રહી છે તેને કારણે પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે અને લોકો બીમાર પડી રહ્યા છે.


સુરતમાં રોગચાળો વકર્યો

સુરતમાં રોગચાળો વકર્યો છે. આ રોગચાળાના કારણે છેલ્લા 1 મહિનામાં નાના બાળકો અને મોટા લોકોના મોત પણ થયા છે. દર વખતે ચોમાસાની સિઝનમાં રોગચાળો વધતો હોય છે જેને નિયંત્રણ રાખવા માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમર હોસ્પિટલ, હેલ્થ સેન્ટર અને રાજ્ય સરકાર સંચાલિત નવી સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના જનજાગૃતિ માટે કાર્યક્રમો થતા હોય છે. પરંતુ સારવાર માટે આવનાર દર્દીઓને ઘસારો પણ વધતો જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઉદભવી હતી પાણી ઓસર્યા બાદ ત્યાંની જો સાફ સફાઈના હોય તો રોગચાળો ફેલાતો હોય છે અને તેનો ભોગ શહેરીજનો બનતા હોય છે જે અત્યંત ગંભીર બાબત છે.

સુરતમાં બે ઋતુઓ જોવા મળી 

કોઈક સ્થળોએ પાણી ભરાઈ રહે તો ત્યાં નાના નાના મચ્છરોની બ્લિડિંગની શરૂઆત થાય છે અને ત્યાંના લોકોને મલેરીયા જેવા રોગો થાય છે. જો આવું કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટર તથા જાણકાર તબિયત પાસે યોગ્ય સલાહ લઈ દવા લેવી જોઈએ અને જો તબીબી દર્દીને એડમિટ કરવા માટે કહે તો થઈ જવું જોઈએ. જેથી તબીબો દર્દીને સારી રીતે સારવાર કરી શકે છે અને તેમના રોગોનું નિદાન પણ કરાવી શકે છે. જે રીતે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તે રીતે જો કોઈ શારીરિક તકલીફ થાય તો આપણી પાસે પડેલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈ સારવાર લેવી જોઈએ.

  • Follow us on: