ગુજરાતમાં ફરી એક વાર ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે. સુરત રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે એક શખ્સને નકલી ચલણી નોટોના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ 1.68 લાખ રૂપિયાની ચલણી નોટોનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂપિયા 1.68 લાખની ચલણી નોટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પોલીસે દધુ તપાસ હાથ ધરતા આ વ્યક્તિ કોણ છે અને તે આ નોટો ક્યાંથી લાવ્યો તથા તે આ નોટોને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે સમગ્ર બાબતે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.


આરોપીના સામાનની ચકાસણી કરતા તેનો ભાંડો ફૂટ્યો

આ ઉપરાંત સત્યનારાયણ તૈલી નામનો આ આરોપી નકલી નોટો સાથે રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને શંકા જતા પોલીસે તેની ચકાસણી કરી હતી. તેના સામાનની ચકાસણી કરતા તેનો ભાંડો ફૂટ્યો અને તેની રેલવે સ્ટેશન પરથી જ ધરપકડ કરવામાં આવી હતી. રેલવે પોલીસની સતર્કતાને કારણે તે ઝડપાયો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરીને તેની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી હતી

પોલીસે સમગ્ર ઘટનાની નોંધલેતા ગુનો નોંધ્યો હતો. આ ચલણી નોટોના રેકેટના મૂળ સુત્રાધાર સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. તથા આ ચલણી નોટો સત્યનારાયણ તૈલી ક્યાંથી લાવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરી છે. આ નોટોલાવનાર સત્યનારાયણ તૈલીનુ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

  • Follow us on: