સુરતના રેલવે સ્ટેશન નજીક આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં એક 27 વર્ષીય માતાએ પોતાના બે માસુમ બાળકો સાથે માલગાડી ટ્રેન નીચે સુઈ જઈને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ મહિલા પોતાના બે બાળકોને લઈને સુરત રેલવે સ્ટેશન નજીક પહોંચી હતી. આપઘાતના ઈરાદે મહિલા બંને બાળકોને લઈને રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીની અડફેટે આવતા આ દુર્ઘટના બની હતી.
માલગાડી આવતા ટ્રેક પર બાળકો સાથે ઝંપલાવ્યું













