સુરત જિલ્લાના ઓલપાડ-સાયણ રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં બેફામ કાર ચલાવી રહેલા એક ચાલકે બે સાયકલ સવારને અડફેટે લીધા હતા. જેના કારણે બંનેના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટના ઓલપાડ-સાયણ રોડ પર બની હતી. જ્યાં કારચાલકે તેની કાર બેફામ ગતિએ હંકારીને સાયકલ સવારોને પાછળથી ટક્કર મારી હતી.
બે સાયકલ ચાલકોના ઘટનાસ્થળે મોત













