સાયબર ક્રાઈમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો વધુ એક આરોપી ઝડપાયો છે. અલ્ફાઝ હનીફભાઈ અજીજ મેમનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે. અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો. તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનીશ સુલેમાનભાઈ દાંત્રેલીયા સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો.
ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો વધુ એક આરોપી ઝડપાયો













