સુરતમાં એક અજબની ઘટના બની હતી, જેમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી હતી, રેલવે વિભાગને આ બાબતે જાણ થતા ટ્રેનનો ટ્રેક બદલાવ્યો હોવાની વાત સામે આવી છે. મુંબઈ રેલવે ડિવિઝનની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો ટ્રેન અઢી કલાક મોડી પડતા મુસાફરો પણ અકળાયા છે.
નિયોલ પાસેથી ટ્રેનને પરત સીધા ટ્રેક પર દોડાવી
ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને નિયોલ પાસેથી ટ્રેનને પરત સીધા ટ્રેક પર દોડાવી હતી, આ રેલવેની બેદરકારીના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે, તો રેલવે વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જેની ભૂલ હશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.













