અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ કાર્યને કારણે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (ટ્રેન નંબર 19016)નો અમદાવાદ જંક્શન સ્ટેશન પરનો ઠેરાવ તાત્કાલિક રીતે રદ કરવામાં આવ્યો છે.


હવે આ ટ્રેન અમદાવાદની બદલે સાબરમતી જંક્શન સ્ટેશન પર રોકાશે

અગાઉ આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પરનો ઠેરાવ 05 જુલાઈ, 2025થી 12 સપ્ટેમ્બર, 2025 સુધી રદ કરવામાં આવ્યો હતો. તેને આગળ વધારીને હવે 19 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં મૂકવામાં આવ્યો છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતી વખતે આ બદલાવને ધ્યાનમાં રાખે. ટ્રેનના સમય, ઠેરાવ અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

અગાઉ ટિકિટ ચેકિંગ સ્ટાફનું સાઇન-ઓન અને સાઇન-ઓફ કાર્ય યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવતું હતું

હવે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મૂકી છે. તેમાં ફિંગરપ્રિન્ટ ડિવાઇસને TTE લોબી એપ્લિકેશન સાથે જોડવામાં આવ્યું છે અને તેને C-DAC પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. હવે TTE પોતાની ડ્યુટીની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને ડ્યુટી પૂર્ણ થતાં સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી માત્ર કર્મચારીઓની રિયલ-ટાઇમ હાજરી જ નોંધાશે નહિ પરંતુ ડ્યુટી રેકોર્ડમાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થશે. આથી સાઇન-ઇન અને સાઇન-આઉટ પ્રક્રિયા ઝડપી, સરળ અને સુરક્ષિત બની ગઈ છે.

  • Follow us on: