સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક યુવકે ટ્રક નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પૂણા પાટિયા પાસે બની હતી અને તેના CCTV ફૂટેજ અન સામે આવ્યા છે.


નીલેશ ટ્રક નીચે સૂઈ ગયો

મળતી જાણકારી અનુસાર, મૃતકનું નામ નીલેશ હોવાનું જાણવા મળ્યું છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નીલેશ જાણીજોઈને ટ્રક નીચે સૂઈ જાય છે અને ટ્રકનું ટાયર તેના પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થાય છે.

આપઘાતના CCTV સામે આવ્યા

આ ઘટનાના CCTV સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવકે ક્યાં કારણોસર આત્મહત્યાનું આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સમગ્ર મામલે પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકના પરિવારજનોનો સંપત્ક સાધીને તેના આપઘાત પાછળના કારણો જાણવાના પ્રયાસો કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


  • Follow us on: