સુરતની સુમુલ ડેરી સતત વિવાદોમાં ઘેરાઇ રહી છે. બે જૂથની લડાઈને લીધે સહકારી ક્ષેત્ર માટે મોટી વાત તમામ ડિરેકટરોને દૂર કરાયા છે. સુમુલનાં 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક થઈ છે. સુમુલના અમૃત મહોત્સવમાં કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર. પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડેરીની વર્ષ 2020થી 2025 સુધીના બોર્ડની મુદત પૂર્ણ થઈ છે.


ડેરીની વર્ષ 2020થી 2025 સુધીના બોર્ડની મુદત પૂર્ણ

સુમુલનાં 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના સહકાર વિભાગ દ્વારા સુમુલના અમૃત મહોત્સવમાં કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર. પટેલની નિમણૂક કરવામાં આવી છે. કસ્ટોડિયન તરીકેનો ચાર્જ સ્વીકારી લીધો હતો.

 સુમુલ ડેરીમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક

આવનારા દિવસોમાં સુમુલ ડેરીનું ઈલેક્શનને લઈને આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણીની દરખાસ્ત કલેક્ટરને મોકલવાની હોય છે, જેમાં વિલંબ થયો છે. સુમુલ ડેરીના બોર્ડની મુદ્દત 9 ઓગસ્ટે પૂરી થઈ છે. ડેરીમાં અંદાજે 14 લાખ લિટર દૂધની આવક થાય છે. ડેરીની વર્ષ 2020થી 2025 સુધીના બોર્ડની મુદત પૂર્ણ થઈ છે.


  • Follow us on: