સુરતમાં દાગીના ચોર દંપતી મહારાષ્ટ્રથી ઝડપાયું છે. ડીંડોલી પોલીસે આરોપી દંપતીને પકડી પાડ્યું છે. મહારાષ્ટ્રના સતારાથી પોલીસે આરોપીને પકડ્યા છે. પેઇંગ ગેસ્ટના 13 લાખથી વધુના દાગીના ચોર્યા હતા. પોલીસે આરોપી પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિબેન પંકજ પાટીલને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં દાગીના ચોર દંપતી મહારાષ્ટ્રથી ઝડપાયું 

પેઇંગ ગેસ્ટના 13 લાખથી વધુના દાગીના ચોરનારું દંપતી નાસિકથી ઝડપાયું છે. ડીંડોલી પોલીસે ચોરી કરનાર દંપતીને મહારાષ્ટ્રના સતારા ખાતેથી ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિબેન પંકજ પાટીલને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 સોના ચાંદીના દાગીનાની ચોરી કરી 

બંને દંપતી આરોપીઓએ પોતાનાં રૂમ ફરિયાદીને ભાડે આપી તેમના રૂમમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જે મામલે ડીંડલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાયો હતો. ચોરી કરી દંપતી ફરાર હતું. મહારાષ્ટ્રના સતારાથી પોલીસે આરોપીને પકડ્યા છે. હાલ પોલીસે બંને દંપતી આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.


  • Follow us on: