સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા પંડોળ ગામમાં એક ઓનલાઇન પ્રોડક્ટના ગોડાઉનમાં શોર્ટ-સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ગોડાઉનમાં શોર્ટ-સર્કિટના કારણે ભીષણ આગ લાગી
ઘટના સમયે ગોડાઉનમાં બે કર્મચારીઓ હાજર હતા. આગની જાણ થતાં જ બંને કર્મચારીઓ સમયસર ગોડાઉનની બહાર દોડી ગયા હતા અને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડને જાણ થતા જ ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.













