સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં વીમો પકવવા માટે એક મિત્રએ પોતાના જ મિત્રની ધાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યારાએ આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે ફિલ્મી કાવતરું ઘડ્યું હતું.


ટ્રકથી કચડી, કપડાં બદલ્યા

તમને જણાવી દઈએ કે, હત્યારાએ ક્રાઈમ સિરિયલ જોઇને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પોતાના મિત્રને ટ્રકથી કચડીને મારી નાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અકસ્માત દર્શાવવા માટે મૃતકના કપડાં બદલીને પોતાના કપડાં પહેરાવ્યા હતા જેથી મૃતકની ઓળખ બદલી શકાય અને વીમાનો દાવો કરી શકાય.

CCTV થી ભાંડો ફૂટ્યો

જોકે, હત્યારાનું આ કારસ્તાન લાંબો સમય તાક્યું નહીં. પોલીસે જયારે ઘટનાસ્થળના CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે આ સમગ્ર ષડયંત્રનો ભાંડો ફૂટ્યો. CCTV ફૂટેજમાં હત્યાનો આખો ઘટનાક્રમ કેદ થઇ ગયો હતો જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આ મામલે હત્યારા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે.


  • Follow us on: