ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં. લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે, હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે. હવે રાજકોટ બાદ સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે.


દંડની જગ્યાએ ગુલાબ આપી લોકોને જાગૃત કરાશે

રાજ્યના મોટા શહેરોમાં ગત આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો અમલી કરાયો હતો. પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં. લોકોમાં ભારોભાર નારાજગી જોતા ભાજપના નેતાઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે, હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ફૂલ આપીને લોકોને હેલ્મેટ પહેરવા અંગે દંડની જગ્યાએ ગુલાબ આપી લોકોને જાગૃત કરાશે.

સુરતમાં પણ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી

હવે રાજકોટ બાદ સુરતમાં પણ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં ભાજપના 12 ધારાસભ્યોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવા અંગે રજૂઆત કરી હતી. જેથી હવે સુરતમાં પણ પોલીસ લોકોને દંડ નહીં કરે માત્ર ફૂલ આપીને લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરાશે. સાંસદ મુકેશ દલાલે કહ્યું હતું કે, વાહનચાલકોએ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જોઈએ. આ નિર્ણય લેવા અંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર માનું છું.

ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી

રાજ્યમાં આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડવાનું શરૂ કર્યું હતું. ત્યારે રાજકોટમાં લોકોએ વિરોધ કર્યો હતો. ખુદ ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. લોકોની નારાજગી બાદ સરકાર એક્શનમાં આવી હતી અને હેલ્મેટનો દંડ નહીં લેવા અને લોકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી.


  • Follow us on: