સુરતમાં રક્ષાબંધન પર્વને લઇ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. એસટી ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જામી છે. એસટી ડેપો ખાતે મહિલાઓ સાથે બાળકોનો ધસારો જોવા મળી રહ્યો છે. વધુ બસો દોડાવવા મુસાફરોએ માગ કરી રહ્યા છે. ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડવા છતાં ભારી ભીડ જોવા મળી રહી છે.


સુરતમાં  મુસાફરોની ભીડ 

ત્યારે આજે બસ ડેપો પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ભીડને કંટ્રોલ ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડવામાં આવી રહી છે. આજનો દિવસ મહત્ત્વનો હોવાથી વધુ બસોની જરૂર પડી રહી છે. રક્ષાબંધન પર્વની ઉજવણી માટે જઈ રહેલા લોકોને કોઈ અગવળતા ના પડે તે માટે કામગીરી કરવામાં આવી છે.

ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો

 સુરત શહેરમાં મોટા ભાગના સૌરાટ્રના લોકો વસવાટ કરે છે. લોકો તહેવાર કરવા પોતાના વતન જતા હોવાથી ભારે ભીડ જોવા મળી રહી છે. એસટી વિભાગ દ્વારા એક્સટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. છતા લોકોનો ભીડ જોતા ધારે બસ દોડવાવમાં આવે તવું આયોજન કરવામાં આવી રહ્યું છે.


  • Follow us on: