સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલરૂમનું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું એનાઉન્સમેન્ટ કરી શકશે. શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે.


સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલરૂમનું ઉદ્ઘાટન

સુરત શહેર 90 લાખની વસ્તી ધરાવે છે. ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે અને લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે. ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે. 21-21 લોકો બે સીપમાં કંટ્રોલરૂમમાં કાર્યરત રહેશે.

પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલરૂમ

સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ સીસીટીવી કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે અને લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે.


  • Follow us on: