સુરતમાં આયોજિત પ્રિ નવરાત્રીમાં મારામારી થયાની ઘટના સામે આવી છે. કતારગામ રામકથા રોડ પાસે એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા ઇવેન્ટ યોજવામાં આવી હતી. આ ઇવેન્ટમાં મારામારીની ઘટના બનતા મુખ્ય કાર્યકર્તા, ટીમ મેમ્બર ફરાર થઈ ગયા હતા. નવરાત્રીમાં થયેલી આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.


સુરતમાં આયોજિત પ્રિ નવરાત્રીમાં મારામારી 

શહેરમાં યોજાયેલી આ પ્રિ-નવરાત્રીમાં પ્રવેશ મુદ્દે કેટલાક યુવકો સાથે વિવાદ થયો હતો. બાઉન્સરો દ્વારા અંદર જવા પર મનાઈ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. મામલો વધારે ઉગ્ર બનાતા મારામારી સુધી પહોંચી ગયો હતો. અચાનક બનેલી આઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો. જોકે પોલીસે સમય સર પહોંચીને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

પોલીસે મામલો થાળે પાડ્યો

આ ઘટના મામલે પોલીસે બંને પક્ષના લોકોને સમજાવી મામલો સમાવી દીધો હતો. આયોજકો આ ઘટના જોઈ ફરાર થતા પોલીસને મુશ્કેલી પડી હતી. આ ઘટના અંગે આયોજકો દ્વારા પોલીસને કોઈ પુષ્ટી આપવામાં આવી નથી. જોકે આ ઘટનામાં બંને પક્ષોએ સમાધાન કરી લીધુ હોવાની વિગતો મળી છે, જ્યારે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.


  • Follow us on: