ક્રિકેટનો ક્રેઝ લોકોમા જબરદસ્ત વધ્યો છે. મેદાનમાં ક્રિકેટ રમવાની સાથે સાથે બોક્સ ક્રિકેટનો ક્રેઝ સતત વધી રહ્યો છે. રાજ્યમા અનેક જગ્યાએ બોક્સ ક્રિકેટના શેડ ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં લોકો ક્રિકેટ રમે છે. તાજેતરમાં સુરતમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થવાની ઘટના બની હતી. શહેરના કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના બાદ તંત્રએ 7 ક્રિકેટ બોક્સને સીલ કર્યા છે.


સીલની કાર્યવાહી કરવામાં આવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર ધ ડોટબોલ બોક્સ ક્રિકેટનો શેડ હતો. આ શેડમા અનેક લોકો ક્રિકેટ રમવા માટે આવતા હતાં. પરંતુ અચાનક આ શેડ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં તંત્ર દ્વારા સાત ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવ્યું છે. કતારગામ ઝોનમાં 7 ક્રિકેટ બોક્સને પાલિકા દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.પરંતુ સંચાલકો દ્વારા કોઈ કામગીરી નહી કરાતા સીલની કાર્યવાહી કરવામાં આવી છે.

ત્રણેક લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી લેવાયું હતું

ક્રિકેટના શેડમાં અંદર રહેલા ત્રણેક લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી લેવાયું હતું.ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નહોતી પરંતુ એક યુવકને સામાન્ય ઇજા હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને શેડની અંદર રહેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ પહેલા મહાનગર પાલિકા દ્વારા સંચાલકોને નોટીસ અપાઈ હતી. પરંતુ સંચાલકોએ આ નોટીસનો કોઈ જવાબ નહીં આપતા આખરે તંત્રએ ક્રિકેટ બોક્સને સીલ માર્યું હતું.


  • Follow us on: