સુરતમાં દિવસેને દિવસે રખડતા પશુનો આતંક વધી રહ્યો છે. માંગરોળ રખડતા શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. માંગરોળમાં રસ્તે રખડતા 3-4 શ્વાને બાળકી પર હુમલો કર્યો. શ્વાનના હુમલાથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે 6 વર્ષીય બાળકીનું મોત નિપજયું. શહેરભરમાં અનેક વખત શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી છે. રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. છતાં નઘરોળ તંત્ર દ્વારા રખડતા પશુઓના આતંકને દૂર કરવા કોઈ કામગીરી નથી કરવામાં આવતી.
રખડતા શ્વાને બાળકીનો લીધો ભોગ












