સુરતમાં 108ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. કામરેજમાં પ્રસૂતિ મહિલાને પીડા ઉપડી હોવાનો કોલ મળ્યો હતો. એક અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ કોલ બાદ પણ તાત્કાલિક 108ની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ. ટીમે સત્વરે કામગીરી હાથ ધરતા મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ ગઈ અને સફળ રીતે પ્રસૂતી કરાવી. આ ઘટના બતાવે છે કે હજુ માનવતા મરી પરવારી નથી. હાલમાં પ્રસૂતાને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. 


કણસતી મહિલાની બાઈકચાલકે 108ની ટીમને જાણ કરી

મળતી માહિતી મુજબ કામરેજમાં એક પ્રસૂતા વહેલી સવારે પોતાના કામઅર્થે બહાર નીકળી હતી. ત્યાં આંબોલી બ્રિજ પાસે પહોંચતા જ મહિલાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડયો. મહિલાની પાસે ફોન સુવિધા ના હોવાના કારણે પરિવારનો સંપર્ક કરી શકી નહી. દરમિયાન એક બાઈક ચાલક આ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે મહિલાની હાલત જોઈ સમગ્ર સ્થિતિનો ખ્યાલ આવતા તરત જ 108ની ટીમનો સંપર્ક કર્યો. અજાણ્યો કોલ આવતા જ 108ની ટીમ બાઈક ચાલકના જણાવ્યા મુજબ તે સ્થળ પર પહોંચી ગઈ. ફોન કર્યાને માત્ર દસ મિનિટમાં કામરેજ સેન્ટરની 108ની ટીમે પહોંચી તાત્કાલિક નિર્ણય લઈ મહિલાની પ્રસૂતિ કરી.

108ની ટીમ અને બાઈકચાલક બન્યા દેવદૂત

આંબોલી બ્રિજ નજીક કચરાના ઢગલામાં કણસતી હતી અને ત્યાં રસ્તેથી પસાર થતા બાઈક સવારે 108 ને ફોન કરતાં જ 108ની ટિમે તાબડતોડ મહિલાને સ્થળ પર જ નોર્મલ ડીલેવરી કરાવી. આ કિસ્સો બતાવે છે કે આજે પણ માનવતા મરી પરીવારી નથી. હજુ પણ લોકો એકબીજાની મદદ માટે દોડી આવે છે. નોર્મલ ડીલીવરી બાદ માતા અને પુત્રી બંને સુરક્ષિત છે. આ ઘટના પ્રત્યેક્ષ જોનારા લોકોએ 108ની ટીમને અને બાઈકચાલકને દેવદૂત ગણાવ્યા. જો 108 ફોનને ગંભીરતાથી લઈ ઘટના સ્થળે ના આવી હોત તો આજે માતા અને દીકરી સંભવત જીવતા ના હોત. પ્રસૂતિ મહિલા અને નવજાત બાળકીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

  • Follow us on: