સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારો સામે કાયદાનો કોરડો વિંઝ્યા બાદ પણ કોઈ ડર રહ્યો ના હોય તેવી સ્થિતિ સામે આવી છે. શહેરના ઉન વિસ્તારમાં મહમદીનગરમાં ધાર્મિક બાબતે બે જૂથો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પાંચથી સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની તપાસમાં પોલીસે 17 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પથ્થરમારો કરનારા 17 આરોપીઓની ધરપકડ













