સુરતમાં આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું. દિવાળી તહેવારને ગણતરીના દિવસ બાકી છે અને ચંદી પડવાના તહેવારની તૈયારી પૂર જોશમાં છે. તહેવાર ટાણે આરોગ્ય વિભાગના આકરા તેવર જોવા મળ્યા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય માટે શહેરભરમાં અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા. શહેરમાં માવાના વેચાણને લઈને પ્રખ્યાત દુર્લભજી માવા ભંડારમાં આરોગ્ય અધિકારીએ પાડ્યા દરોડા.


તહેવાર ટાણે આરોગ્ય વિભાગ એકશનમાં

પાલિકાના ફૂડ વિભાગે ચંદી પડવાને લઈ એકમો પર કડક કાર્યવાહી હાથ ધરી છે. તહેવારમાં મીઠાઈનું સૌથી વેચાણ થાય છે. મીઠાઈમાં માવાનો ઉપયોગ થાય છે. બિનહાનિકારક માવા આરોગ્યમાં મુશ્કેલી સર્જી શકે છે. એટલે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા. જ્યાં ભાગળના દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા. અધિકારીઓની કાર્યવાહી સામે દુર્લભજી માવા ભંડારના વિક્રેતાએ જણાવ્યુંકે, અમારા માવા ના સેમ્પલના ફક્ત ફેટ ઓછું છે તે વાત SMC કહી રહી છે. પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં નથી આવી.

આરોગ્ય વિભાગના અધિકારીનું નિવેદન

વધુ તેમણે કહ્યું કે અમારી 120 વર્ષ જૂની દુકાન છે. જેમાં પહેલી વખત SMC ફૂડ સેફ્ટી વિભાગે અમારા માવાના સેમ્પલને નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. અમે કોઈપણ પ્રકારની ભેળસેળ કરતા નથી. છતાં કેમ અમારી દુકાનના ખાદ્ય નમૂના લેવામાં આવ્યા. આરોગ્ય અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે તાજેતરમાં દુર્લભજી માવા ભંડારમાં માવાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેના રીપોર્ટમાં માવાની માત્રા 24 ટકા છે જેથી તે માવાના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. અને માપદંડ મુજબ જેમાં દૂધમાં ફેટની માત્રા 6 ટકા ઓછી છે સામાન્ય રીતે માવામાં 30 ટકા માત્રા હોવી જોઈએ. મહત્વનું છે કે બે દિવસ પહેલા પાલિકાના ફૂડ વિભાગે શહેરના અલગ અલગ ઝોન માંથી કુલ 19 માવાના સેમ્પલનો લેવામાં આવ્યા હતા.


  • Follow us on: