કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે.


એક્ટવિસ્ટો ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે

માહિતી આયોગની ટીમે RTIના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોનાં હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળનુ રાજ્ય બન્યું છે. વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્વ. અટલ બિહારી બાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળી રહે તે માટે, આ RTI Act -2005  બનાવવામાં આવ્યો હતો. કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા અને કેટલાક નાગરિકો તેને આવકનો સાધન બનાવવાનો પ્રયત્નો કરતા હોય છે.૫૦૦-૧૦૦૦ કિ.મી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ કરતા આર.ટી.આઈ એક્ટવિસ્ટો ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે. આ પ્રકારની ટોળકીઓનુ દેશમાં એક નેટવર્ક છે.

85થી વધારે કેસો કરીને 105 લોકોની ધરપકડ

સુરત જિલ્લામાં ફફ્ત એક જ વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સો સામે 85 થી વધારે કેસો કરીને 105 લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે.અમદાવાદ શહેરમાં ૧૨ જેટલા કેસો માત્ર ૧૫ દિવસમાં કરવામાં આવ્યા હતા.આ ગુનેગારોને જેલ ભેગા કરવા ઉપરાંત પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું કામ સૌ પ્રથમ કાર્ય ગુજરાત પોલીસે શરૂ કર્યું છે.આ કાયદો લોકોના હિતમાં બનવવામાં આવેલો કાયદો છે કોઈ આર.ટી.આઈ એજન્ટોના હિતમાં બનાવવામાં આવેલો કાયદો નથી તેમ સંઘવીએ કહ્યું હતું.વધુમાં સંઘવીએ ઉમેર્યું હતું કે,ગુજરાત એવું પહેલું રાજ્ય હશે જ્યાં વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સોની યાદી બનાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.RTIના નામનો ઉપયોગ કરીને આવા એજન્ટોને પ્રતિબંધિત કરવાનું કામ ગુજરાત માહિતી આયોગે કર્યું છે. 

  • Follow us on: